વાંસદા: ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ વલસાડ દ્વારા વાંસદા તાલુકામાં આવેલા કુકણા સમાજ ભવન હોલ ખાતે v/s ઈલે.આસિ.ના ક્લાસિસ ચાલુ કરવામાં આવ્યા છે જેથી આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં યુવાનો વધુ નોકરી મેળવી શકે.
Decision News ને મળેલી વિગતો મુજબ વાંસદા તાલુકામાં આવેલા કુકણા સમાજ ભવન હોલ ખાતે ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ વલસાડની ટીમ દ્વારા v/s ઈલે.આસિ.ના ક્લાસિસ ચાલુ કરાયા છે જેથી વાંસદા તાલુકાના ગામોના યુવાનોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવામાં સરળતા રહે અને કેવી રીતે પરીક્ષા સંબધિત માર્ગદર્શન મેળવી વધુ યુવાનો જોબ મેળવવામાં સફળ બને.
ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ વલસાડ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ કલાસીસમાં બહોળા પ્રમાણમાં યુવાનો જોડાઈ રહ્યા છે. આવનારા દિવસમાં વધુ યુવાનો આ કલાસીસનો લાભ લઇ શકે છે એમ જનરલ સેક્રેટરી ગુજરાત વિધુત કર્મચારી ઉત્કર્ષ મંડળ DGVCL વલસાડ સર્કલ ઉત્કર્ષ મંડળના કેવળ સિંહ.એમ. તાવિયાડ. દ્વારા અપીલ કરવામાં આવી છે.