કપરાડા: આજે એક એવા સિંહ પ્રેમી શિક્ષકની વાત કરવી છે જે વલસાડ જિલ્લાના અંતરિયાળ કપરાડા તાલુકાના મોટી પલસાણ પ્રાથમિક શાળાના પોતાની ફરજ બજાવતા- બજાવતા 15 ઓગસ્ટ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી એમ એક વર્ષ માં સતત પોતાની સિંહોના ચિત્રો દોર્યા અને તેની પસંદગી હાઇ રેન્જ બુક ઓફ વલર્ડ રેકોર્ડમાં નામ અંકિત થઇ ગયું છે.

Decision News ને મળેલી માહિતી પ્રમાણે કપરાડા તાલુકાના મોટી પલસાણ પ્રાથમિક શાળાના પોતાની ફરજ બજાવતા- બજાવતા સિંહ પ્રેમી શિક્ષકે 15 ઓગસ્ટ 2021થી 15 ઓગસ્ટ 2022 સુધી એમ એક વર્ષ માં સતત રીતે કેનવાસ ઉપર એક્રેલિક વોટર કલર,પેન્સિલ કલર,પેન વર્ક,ઓઇલ કલર,જેવી પદ્ધતિથી કેનવાસ પર અને પેપર પર ચિત્રો બનાવ્યા છે. તેના સૌથી વધુ 366 પેઇન્ટિંગ બનાવવા બદલ હાઇ રેન્જ બુક ઓફ વલર્ડ રેકોર્ડમાં નામ અંકિત થતા સમગ્ર કપરાડા તાલુકા શિક્ષણ આલમમાં ખુશીની લાગણી ફેલાઇ ગઇ છે.

કહેવાય છે ને કે શિક્ષક કભી સાધારણ નહિ હોતા..જેનો ઉત્તમ દાખલો બેસાડતો શિક્ષક તરીકે કપરાડા તાલુકાના મોટી પલસાણ પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા આ શિક્ષકે પોતાનું નામ વલસાડ વિસ્તારમાં ગુજતું કરી દીધું છે. આવનારા સમયમાં શિક્ષકની આ અદ્ભુત કામગીરીની કોઈ બાળકને જરૂર પ્રોત્સાહિત કરશે એમાં બે મત નથી.