નર્મદા: મુંબઇના USA કોન્સ્યુલ જનરલ યુત માઇક હેન્કીએ ગતરોજ એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ આનંદનો ભાવ વ્યક્ત કર્યો હતો. તેમને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત પછી અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલની અતિ વિરાટ પ્રતિમાની ભાવવંદના કરી હતી.

 ૧૩૫ મીટરની ઊંચાઈએ આવેલા વ્યુઇંગ ગેલેરી પ્રતિમાની યુત માઇક હેન્કીએ હૃદયપૂર્વક નજારાનો આનંદ માન્યો હતો.  વિધ્યાંચળ સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય પણ નિહાળ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર પટેલના જીવનને વહોરી લેતી ફિલ્મને તેઓએ નિહાળી હતી.નાયબ કલેક્ટર ઉમેશ શુકલે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશે સંપૂર્ણપણે  માહિતી આપી, નાયબ કલેક્ટર ઉમેશ શુક્લ દ્વારા યુત માઇક હેન્કીનું હૃદયપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત દરમિયાન તેની વિશેષતા અને સ્થાનિકોને રોજગાર મળી રહેલા તેના વિષે માહિતી આપી હતી. SOUની મુલાકાત બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારના વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ તરફથી અધિક કલેક્ટર હિમાંશુ પરીખે યુત માઇકે સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતી અને કોફીટેબલ બૂક અર્પણ કરી હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ પોતાના પ્રતિભાવમાં યુત માઇક હેન્કીએ જણાવ્યું હતું કે, SOUની મુલાકાત લઇને મને  ખુબ આનંદ થયો, સરદાર પટેલ ખરા અર્થમાં તો દેશના હીરો છે, નાતિ-જાતી અને ધર્મના ભેદભાવ વિના સમગ્ર ભારતને એકતાંતણે બાંધનાર સરદાર પટેલને મારા વંદન છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીએ ભારતની લોકશાહી અને ઇતિહાસને જાણવા માટેનું સર્શ્રેવષ્ઠ સ્થાન છે.