ચીખલી: કોંગ્રેસના ધારાસભ્ય ડો. તુષાર ચૌધરીની અધ્યક્ષતામાં ચીખલીમાં નવસારી જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલ દ્વારા 2022ની વિધાનસભાની એક સમીક્ષા અને આવનારી 2024ની લોકસભાની ચુંટણીને લઈને એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ બેઠકમાં ધારાસભ્ય અનંત પટેલ, માજી ધારાસભ્યો, સુનિલ ગામીત, પુનાજી ગામીત અને આનંદ ચૌધરી તથા જિલ્લા પ્રમુખો, પ્રદેશ મહામંત્રી સંદીપભાઇ પટેલ અને અન્ય કોંગ્રેસી આગેવો ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં સંગઠનલક્ષી અને ઈલેક્શનમાં હારના કારણોની સમીક્ષા કરાઈ અને કરવામાં આવી હતી. આવનારી 2024ની લોકસભાની તૈયારીઓ કેવી રીતે કરવી અને ભાજપાને કેવી રીતે આવનારા સમયમાં માત આપી શકાય. અને લોકોના પ્રાણપ્રશ્નો બાબતે વિચારણા કરવામાં આવી હતી.
તાજેતરમાં મળેલી આ બેઠકમાં ધારાસભ્ય તુષાર ચૌધરી અને અનંત ભાઇએ પોતાના અભિપ્રાયો આપી 2024માં લોકસભાની બેઠક પર વિજય મેળવવા માટે કોંગ્રેસે કઈ તૈયારી કરવી જોઈએ તેની રણનીતિ બનાવવી મહત્વની છે એમ જણાવ્યું હતું.

