ગુજરાત: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે લોકસભામાં તેમનું પાંચમું સામાન્ય બજેટ રજુ કર્યું. આ દરમિયાન કૃષિ, શિક્ષણ, ગરીબ અને નોકરિયાત લોકો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી. ૭ લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવામાં આવી છે. ભાજપ તેને સામાન્ય જનતાની અપેક્ષાઓનુ બજેટ ગણાવી રહ્યું છે તો વિપક્ષે તેને નિરાશાજનક ગણાવ્યું છે .
વડાપ્રધાન નરેદ્ર મોદીએ નાણામંત્રી નિર્મલા સીતારામણના બજેટને આશાનું બજેટ જણાવ્યું છે. તેમણે કહ્યું – એ ગરીબ, ખેડૂતો અને મધ્યમવર્ગની અપેક્ષાઓ પૂર્ણ કરશે. પરંપરાગત રીતે પોતાના હાથથી હથિયાર અને ટુલ્સથી આકરી મહેનત કરી કોઈને સર્જન કરનારા કરોડો વિશ્વકર્મા આ દેશના નિર્માતા છે.
વડાપ્રધાન નરેદ્ર મોદીએ કહ્યું- ફાઈનાન્સ મીનીસ્ટર બધી જ આશા પર ખરા ઉતરશે. મોદીએ બજેટ આવતા પહેલા મંગળવારે કહ્યું હતું કે કાલે કેન્દ્રીય બજેટ જાહેર કરનારાં નાણામંત્રી પણ એક મહિલા છે અને આપણા બજેટ પર માત્ર ભારત જ નહિ, આખી દુનિયાની નજર હોય છે. આ બજેટ અસ્થિર વૈશ્વીક અર્થવ્યવસ્થા માટે પણ ઉજ્જવળ સાબિત થશે. મને વિશ્વાસ છે કે નિર્મલા સીતારામણ બધાની આશા પર ખરા ઉતરશે.
આ બજેટ નથી, ઈલેક્શન સ્પીચ છે: મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ અધ્યક્ષ
આ બજેટ ૨-૪ રાજ્યોની ચુંટણીને ધ્યાનમાં રાખીને રજુ કરવામાં આવ્યું છે. આ બજેટ નથી પરંતુ ઈલેક્શન સ્પીચ છે. તેમણે બહાર જે પણ શબ્દો કહ્યા છે તે આ બજેટમાં મોંધવારી અને મુદ્રા સ્ફીત વધી છે. જેનું ધ્યાન રાખવું જોયતું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ દર વર્ષે ૨ કરોડ નોકરીઓ આપશે.સરકારી ભરતીઓ માટે પણ કઈ થયું નથી. ગરીબો અને બેરોજગારો માટે બજેટમાં કઈ નથી.