આહવા: ગતરોજ આહવા નગરના વોર્ડ નબર 12 ના રહીશો માટે પડતી રસ્તાની સમસ્યાનું નિવારણ કરતાં આર. સી. સી રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ડાંગ જિલ્લાના MLA વિજય પટેલની સાથે અન્ય  BJPના અગ્રણી નેતાઓ ઉપસ્થિત જોવા મળ્યા હતા.

Decision News ને મળેલી માહિતી મુજબ ગતરોજ આહવાના નગરના વોર્ડ નબર 12 માં રહેતા રહીશો અવરજવર માટે રસ્તાને લઈને ખુબ જ ફરિયાદ ઉઠતી હતી જેને લઈને MLA વિજય પટેલની હાજરીમાં આર. સી,સી રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેના કારણે નગરજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. લોકાર્પણ હાજર રહેલા મહાનુભાવોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

આ રોડના લોકાર્પણ પ્રસંગે પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ શ્રી ઉષાબેન પટેલ, જિલ્લા સંગઠન પ્રભારી શ્રી સિતાબેન નાયક, સરપંચ હરિચંદભાઈ, ઉપસરપંચ હરીરામભાઈ, વોર્ડના સભ્ય, યુવાનો, વડીલો તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.