અમદાવાદ: વહેલી સવારે એલિસબ્રિજ વિસ્તારમાં તક્ષશિલા એર બિલ્ડિંગના 12માં માળે આગ લાગવાની ઘટના બની હતી. જેના કારણે આસપાસના વિસ્તારોમાં અફરા તફરા મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગની જ્વાળાને કાબુ લેવાની કોશિશ ચાલુ કરી દેવામાં આવી હતી.
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ આગની ઘટનામાં ઘરના ફર્નિચરને પણ મોટા પ્રમાણ નુકસાન પહોંચ્યું છે. ફાયરના જવાનોએ પાણીમારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગ્યાના સમયે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા બિલ્ડિગમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ કરી 2 વૃદ્ધ લોકોના શ્વાસ રૂંધાતા તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તાજા જાણકારી મુજબ સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાની થઈ નથી. આ આગની લાગવાની સાચી ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. અમદાવાદના ડેપ્યુટી કમિશ્નર રમેશ મેરજાએ પણ ઘટના સ્થળ જઈ સ્થિતિ નિરીક્ષણ કર્યું હતું.