વલસાડ: આજરોજ વલસાડ જીલ્લાની વાપી ખાતે R.K. દેસાઈ કોલેજનું મહાવિદ્યાલય મકાનનું C.M. ભુપેન્દ્ર પટેલ દ્રારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને જીલ્લાના ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા.
Decision Newsને મળતી માહિતી પ્રમાણે વલસાડ જીલ્લાના વાપી ખાતે R.K. દેસાઈ ટ્રસ્ટના વાણીજ્ય મહાવિદ્યાલયના નવા મકાનના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ચાલુ વર્ષે ૧૨૦૦થી વધુ પેટર્ન અને ૨૨૦૦થી વધુ સ્ટાર્ટપ ઉદ્યોગ માટે અરજીઓ આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારમાં મેડીકલ કોલેજ બનાવવા જઈ રહી છે.
વાપી ખાતે આર કે દેસાઈ ટ્રસ્ટના વાણિજ્ય મહા વિદ્યાલયના લોકાર્પણ પ્રસંગે સી.એમ. ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્ય મંત્રીએ વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત લોકોનું સંબોધન કર્યું હતું. આર કે દેસાઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કોલેજ વર્ષ ૨૦૦૦માં શરૂ કરવામાં આવી હતી. લગભગ ૮૦ વિદ્યાર્થીઓથી શરૂ થયેલી કોલેજ માત્ર ૨૩વર્ષમાં વર્ષમાં વિવિધ સિદ્ધિઓ હાંસલ કરી છે. હજારો વિદ્યાર્થીઓ વિવિધ કક્ષાએ ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. માત્ર ૨૩ વર્ષમાં ૭ વિવિધ કોલેજો અને મહાવિદ્યાલયની સ્થાપના કરી છે. R.K. દેસાઈ ટ્રસ્ટ દ્વારા સંચાલિત મહાવિદ્યાલયના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દેશના અમૃત મહોત્સવની ઉજવણી દરમ્યાન અમૃતમય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં અત્યાર સુધીમાં ૧૨૦૦થી વધુ લોકોએ પેટર્ન કરવી છે. અને ૨૨૦૦થી વધુ ઉદ્યોગો સ્ટાર્ટપ માટે અરજીઓ કરવામાં આવી છે. આગામી દિવસોમાં ગુજરાતને વધુ પ્રગતિશીલ બનાવવા ભાજપ સરકાર કટિબદ્ધ હોવાનું મુખ્ય મંત્રીએ જણાવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમમાં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઉદ્યોગપતિ રજ્જુભાઈ શ્રોફનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ અને જિલ્લાના ધારાસભ્યો, ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ તેમજ R.K. દેસાઈ કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

