ધરમપુર: દુનિયામાં જેણે જન્મ લીધેલ છે, તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે જ તે.” આ વિધાન આપણાં ધર્મગ્રંથો, વેદો અને પુરાણોમાં ખૂબ સારી રીતે સમજાવેલ છે. મનુષ્ય આખી જિંદગી ભાગ દોડ કરે છે, લાખો કરોડો કે અબજો રૂપિયા કમાઈ છે, પરંતુ તેમાંથી તે એકપણ રૂપિયો પોતાની સાથે નથી લઈ જતો. મનુષ્યની સાથે આવે છે તો તેણે કરેલાં પુણ્યો કે ગરીબ, નિસહાય લોકોને કરેલી મદદ.

આપણે જેવાં પણ કર્મો કરીએ છીએ તેવાં ફળો આપણે ભોગવવા જ પડે છે, આ એક કડવું સત્ય છે. આમ ભાગદોડ ભરેલ જીવનમાં આજનો મનુષ્ય એટલો વ્યસ્ત થઈ ગયેલો છે કે તે પોતાની જાતને જ જાણે વિસરી ગયો હોય તેવું લાગી રહ્યું છે. આજનાં મનુષ્યે એ એકવાર પોતાની જાતને “હું આખરે કોણ છું ?” આ પ્રશ્ન પૂછવાની જરૂર છે. જો વ્યક્તિ પોતાની જાતને માત્ર એકવાર આ પ્રશ્ન પૂછવામાં સફળ રહે તો મારું દ્રઢ પણે એવું માનવું છે કે તે વ્યક્તિનું જીવન સાચા અર્થમાં યથાર્થ નીવડેલ છે.

આજનો મનુષ્ય જાણે કોઈ મશીન માફક બની ગયો હોય તેવું લાગે છે. રૂપિયા કમાવવાની હાડમાં આજનો મનુષ્ય પોતાનાં માટે, પોતાની જાત માટે, પોતાનાં પરિવાર માટે પણ પૂરતો સમય નથી ફાળવી શકતો. જો તમારો રવિવાર ક્યાં પસાર થઈ જાય છે ? આ બાબતનો તમને ખ્યાલ ના રહેતો હોય તો તમે સમજી જજો કે તમે સાચા અર્થમાં રવિવાર પસાર કરેલો છે, અને તમારે હજુ પણ આવા ઘણાં રવિવારની જરૂર છે.

મિત્રો આ લખવાનું કારણ માત્ર એટલા માટે જ કે થોડા દિવસો પહેલા સંસ્થામાં સુરત થી અનાજ આવ્યુ હતુ…એ અનાજ જરુરીયાત વાળા લોકો સુધી પોહચાડવાનું હતુ એમાં એક ઘર ની મુલાકાત થઈ …એ ઘર માં એકલી સ્ત્રી રહે છે એ પણ ડુંગરાળ વિસ્તારમાં જ્યાં કોઈ પણ પ્રકાર ની સુવિધા નથી… એમના ઘર સુધી પહોચવા માં લગભગ ચાલી ને 20 મિનિટ જેટલો સમય લાગે છે આજુ બાજુ એક પણ ઘર નથી એ સ્ત્રી એમના ખેતર માં રહે છે રસોઈ નાં કોઈ સાધન નથી એમનું ઘર જોય ને ખ્યાલ આવશે કે એ એમની સ્થિતિ શું હશે.

 BY મયુર પટેલ