વાંસદા: આજરોજ 1: 21 વાગ્યાના સમયે વાંસદા હનુમાનબારી ભીલ સર્કલ પર બાઈક અને વાંસદા ડેપોમાંથી ચીખલી હાઈવે તરફ જતી એસ. ટી બસનો અકસ્માત થયો હતો જેમાં સદનસીબે બાઈક ચાલકનો આબાદ બચાવ થયાની ઘટના સામે છે.

આજે 1: 21 વાગ્યાના સમયે વાંસદા ડેપોમાંથી એક એસ.ટી બસ ચીખલી હાઈવે તરફ જઈ રહી હતી ત્યારે વાંસદા હનુમાનબારી ભીલ સર્કલ પર અચાનક બાઈક સવાર આવી જતા તે અથડાયો હતો પણ બસ ધીમી ધીમી હોવાના કારણે કોઈ ગંભીર ઈજા થવા પામી નથી અને મોટી ઘટના બનતા ટળી હતી.

અકસ્માત સ્થળે થોડી વારમાં જ લોકો એકઠા થવા લાગ્યા હતા પણ બસના ડ્રાઈવર અને કંડકટર બહાર આવી નીચે પડેલી બાઈક ઉભી કરી ચાલકની બહેતરીના ખબર-અંતર પૂછ્યા હતા અને ગભરાયેલા બાઈક ચાલકને રોડના સાઇટે મૂકી આવી મામલાને થાળે પાડ્યો હતો.