ધરમપુર: આદિવાસી લોકો પેટે પાટા બાંધીને પોતાના બાળકોને સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવે છે ત્યારે ગુજરાતમાં જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થવાના પ્રકરણમાં ધરમપુરના ધારાસભ્યને માઠું લાગી આવતાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આરોપીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવા માટે પત્ર લખી દીધો છે.
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યું કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જે જુનિયર ક્લાર્કની સ્પર્ધાત્મક પરીક્ષા યોજાનાર હતી. જેમાં એક શંકાસ્પદ ઇસમની સંડોવણી જણાતા પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો ત્યારે આ પ્રકરણમાં ઉમેદવારોને વિશ્વાસમાં લઈને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
આ સિવાય ઉમેદવારોને જે ઘરથી પરીક્ષાના સ્થળે આવવા-જવાનું ભાડુ વસુલવામાં આવ્યું છે તથા અન્ય ખર્ચની વસુલ કરવા તેમજ પરીક્ષાર્થી ચુકવણી કરવા અને ભવિષ્યમાં ફરીથી આવી ઘટના ન બને તે માટે કડક કાર્યવાહી કરવા ભલામણ કરી છે.











