ગુજરાત: સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયાર કરતાં ગુજરાતના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય સાથે ખિલવાડ કરતાં એક વાર ફરી સાબિત કરી દીધું કે પરીક્ષા લેવામાં તંત્ર જ ‘ફેલ’ છે. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટતા ભરતી બોર્ડે તો હાથ જ ઉંચા કરી લીધા અને ભરતી બોર્ડે તો એજન્સી પર જ દોષનું ઠીકરું ફોડ્યું છે.

ત્યારે પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન સંદીપ કુમારનું નિવેદન સામે આવ્યું છે પોલીસ તંત્ર દ્વારા વોચ રાખવામાં આવી હતી અને કેટલાક આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, મહેનતું ઉમેદવારોને નુકસાન ન થાય તે માટે પરીક્ષા રદ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું કે, આગામી 100 દિવસની અંદર ફરીથી જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાશે. નવી પરીક્ષામા આવવા-જવા ઉમેદવારો વિનામુલ્યે પરીક્ષા કેન્દ્ર પર જઈ શકશે.

જૂનિયર ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ મામલે પંચાયત સેવા પસંદગી મંડળ કહ્યું કે પેપરલિંક કાંડમાં ગુજરાત બહારની ગેંગ હોવાનું જણાય છે, પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ પરિક્ષા પત્રની નકલ એક વ્યક્તિ પાસે મળી આવી હતી અને ગુના પહેલા જ 15 જેટલા લોકોની અટકાયત કરાઈ છે. મહેનતુ અને સાચા ઉમેદવારો ને નુકશાન ન થાય તે માટે પરીક્ષા મોકૂફ રખાઈ છે.