ઉમરપાડા: ગતરોજ ઉમરપાડા તાલુકાના છેવાડે અંતરિયાળ વિસ્તારમાં આવેલ ખૌટારામપુરાની પ્રાથમિક શાળામાં ૭૪મો પ્રજાસત્તાક દિન નિમિત્તે ધોરણ ૧ થી ૮ બાળકોએ રાત્રિ દરમિયાન દેશના ભક્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો હતો
જુઓ વિડીયો
Decision Newsને મળેલી માહિતી મુજબ ઉમરપાડા તાલુકાના ખૌટારામપુરાની પ્રાથમિક શાળા દ્રારા રાત્રિ સાંસ્કૃતિક કાર્યક્રમો ” દેશના સૈનિકોને સમર્પણ કર્યું. કાર્યક્રમમાં ધો. ૧ થી ૮ બાળકોએ પોતાની કૃતિઓને દેશના ભક્તિ ને સમર્પિત કર્યું. બાળકોના કળા કૌશલ્ય અને સુષુપ્ત શક્તિઓ ખીલી એવા હેતુથી સુરત જિલ્લાના છેવાડાનો તાલુકો ઉમરપાડાના અંતરીયાળ વિસ્તારમાં ખૌટારામપુરા જયાં શિક્ષણ સાથી વિવિધ ક્ષેત્ર આગળ આવે તેવા હેતુથી કાર્યનુ આયોજન કરવામાં આવ્યું. સાથે શાળામાં ચાલતા શિક્ષણ કાર્યની દરેક વાલીઓ શાળાની મુલાકાત લેવા શાળામાંથી જો તમારું બાળક નબળું હોય અથવા તો કોઇ પ્રશ્નો જણાય તો શાળાના આચાર્યને મળવાં જણાવ્યું સાથે શાળા ડિજીટલ વાઇફાઇ યુક્ત લાઇબ્રેરી પણ શાળામાં છેતો,ગામના દરેક યુવાઓ સ્પર્ધા પરીક્ષા માટે લાભ લેવા માટે શાળાના આચાર્ય જાહેર કાર્ય સંબોધન કર્યું.
કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામ પંચાયત સરપંચ શ્રીમતી ચંદનબેન વસાવા,ગામના અગ્રણીઓ રામસિંગ દાદા, ચંદ્રસિંહ વસાવા તેમજ ગામનાં આગેવાનો, ગુલીઉમરનાના અગ્રણી રાજુભાઇ વસાવા, પ્રા.શા.શાળાના આચાર્ય મેહુલ ઠઠં,એક્શન યુવા ગૃપના વિજય વસાવા, શાળા વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ વંદનાબેન ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળા ખૌટારામપુરાના આચાર્ય પ્રકાશ ચૌધરી અને સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો.

