કપરાડા: ગ્રામ પંચાયત સિલ્ધા ખાતે 74 મો પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ગ્રામ પંચાયત સરપંચશ્રી વીણાબેન નરેન્દ્રભાઇ જોગરા અધ્યક્ષ હેઠળ તથા ગ્રામ પંચાયત સભ્યશ્રીઓના સહકારથી આઝાદી પછી ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત આ પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Decision News ને પ્રાપ્ત બનેલી માહિતી અનુસાર સિલ્ધા ગ્રામ પંચાયતનું નવું મકાન બનાવ્યું અને નવી ગ્રામ પંચાયતના પટાગણમાં આઝાદી પછી સૌ પ્રથમ વખત પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ગામનાં યુવાનોનો સારો સહકાર મળ્યો હતો. તેમજ ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ જેવાકે ડેપ્યુટી સરપંચ મીનાબેન, શંકરભાઈ, શીતલબેન, રીનાબેન, અંબુભાઈ, ગોરાઈબેન, કિશોરભાઈ, લતાબેન, જાનુભાઈ વગેરેના સહકાર થી આયોજન કરાયું હતું.

આ પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ગામના સરપંચ શ્રી વીણાબેન નરેન્દ્રભાઇ જોગરા તાલુકા પંચાયત સભ્ય અને વિરોધ પક્ષના નેતા ઇશ્વરભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી મીનાબેન, ગામનાં તમામ સભ્યો, ગામના માજી સરપંચશ્રીઓ, માજી સભ્યો, ગામનાં યુવાનો આંગણવાડીની બહેનો, આશા વર્કરના બાહેનો, પાર-લે જી ની બહેનો, ગામના આગેવાનો, વડીલો, ભાઇઓ તથા બહેનો હાજર આપી સહભાગી બન્યા હતા.