પારડી: સમગ્ર દેશ અને ગુજરાતની જેમ વલસાડના પારડી તાલુકાના ખેરલાવ ગામની પ્રાથમિક શાળામાં પણ ગતરોજ 74માં પ્રજાસત્તાક દિનની ગામના પ્રથમ નાગરિક એવા સરપંચની ઉપસ્થિતિમાં સાંસ્કૃતિક પ્રવૃતિઓ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
ખેરલાવ ગામના સરપંચ મયંક પટેલે ઉદ્બોધન કરતાં કહ્યું કે વર્તમાન સમયમાં આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ છે ત્યારે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનના આ શુભ દિવસે આજનાં આપણાં બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરું છું અને એમને વંદન કરું છું. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક થાવ છું ખેરલાવ પ્રાથમિક શાળામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી અને હું આ દેશના ગૌરવ વધારતા આ કાર્યક્રમમાં સહભાગિતા નોંધાવી શક્યો તેથી હું ધન્ય ની લાગણી અનુભવું છું. એમ જણાવ્યું હતું.
આ પ્રસંગે દિવસના અધ્યક્ષ બેન ડૉ. રેણુકા પટેલ, મારા માર્ગદર્શક અને ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતિ ઉષાબેન પટેલ, માજી સરપંચ સુરેશ કાકા, ગ્રામ પંચાયતનાં સભ્યશ્રીઓ, શાળાના શિક્ષકો, બાળકો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

