ભરૂચ: મહિલાના ઘણાં કાયદાઓ બન્યા છતાં પણ મહિલાઓના અત્યાચારની ઘટનાઓમાં કશો ફરક n નોંધાયો હોય એમ આજે ભરૂચના ઈટવાલા કોમ્પલેક્ષમાં એક મહિલાનું ગળું દબાવી હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે જેને લઈને સમગ્ર પંથકમાં ચર્ચાનો માહોલ ગરમ છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ભરૂચના અલીફા પાર્કના ઈટવાલા કોમ્પ્લેક્ષ મહારાષ્ટ્રના અલી હુસેન શાકીર મંડલ ભાડે રેહતા હતા. જે દિવસે ગેસનું મીટર બદલવા માલિક ગયા ત્યારે તેને ભાડૂઆતના ઘરે તાળું લાગેલું હતું જેને લઈને તેણે ફોન કર્યો પણ ફોન પણ ના ઉપાડતા અને ઘરમાં ખરાબ ગંધ આવતાં મકાન માલિકે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો તો પલંગ નીચે યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસે આ 20 વર્ષીય યુવતીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ કરી હત્યા અંગેનો ગુનો નોંધી આ ઘટનાના સત્ય કારણો શોધવામાં તપાસ આદરી છે આવનારા થોડા સમયમાં જ સમયમાં આખી ઘટનાનું સત્ય બહાર આવશેનું પોલીસ જણાવે છે. હાલમાં પ્રાથમિક સ્તરે મહિલાનું ગળું દબાવી હત્યા કર્યાનું જણાય રહ્યું છે.

