ડાંગ: દક્ષિણ ગુજરાતની છેવાડે આવેલા ડાંગ જીલ્લાના સરહદીય વિસ્તારમાં આવેલી કેશબંધ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા ઇલાબેન ગોવિંદભાઇ બીરારીને શ્રી, મોરારી બાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે
ઇલાબેન ગોવિંદભાઇ બીરારી મૂળ કાકડવેલ તા.ચિખલી,જી.નવસારીના વતની અને છેલ્લા 18 વર્ષથી કેશબંધ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ઇલાબેન બીરારીની નિમણૂંક 1-12-2004 ના રોજ થઇ તે સમયે ગામમાં શિક્ષણનું પ્રમાણ ઓછું પાયાની સુવિધાઓ ઓછી.તેમ છતાં પણ તેમણે આ શાળામાં આચાર્ય તરીકે ખૂબજ સકારાત્મક વાતાવરણ ઉભું કરી ગામ લોકો સાથે વિશ્વાસ કેળવી ગામના લોકોનો સહકાર લઇ શાળાના વિકાસનું કામ આરંભી દિધું એક સમયે ધોરણ 1 થી 5 ની આ શાળા આજે ધોરણ 1 થી 8 માં પરીણમી છે. અને આજે આ શાળની નોંધપાત્ર કામગીરીની નોંધ લેવામાં આવે છે. જેમાં પર્યાવરણ સંવર્ધન, સામાજીક યોગદાન, શાળમાં બાળકોની 100% હાજરી,શાળા સ્વચ્છતા, બાળકોની સ્વચ્છતા,સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં બાળકોની સામેલગીરી અને મેરીટમાં સામેલગીરી ઉપરાંત અન્ય સહઅભ્યાસિક પ્રવૃતિઓમાં પણ આ શાળાના બાળકો તાલુકાકક્ષા અને જીલ્લાકક્ષા સુધી પહોંચી શાળાનું નામ રોશન કરે છે.
ઇલાબેને આ શાળામાં છેલ્લા 18 વર્ષોમાં શ્રેષ્ઠ કામગીરી કરી શાળાને એક આગવી ઓળખ અપાવી છે. આમ સમગ્રતા જોતાં ઇલાબેન બીરારીને તેમની વિશિષ્ઠ કામગીરીને ધ્યાનમાં લઈ ભાવનગર ના મહુવા તાલુકાના તલગાજરડા ખાતે પૂજય મોરારીબાપુના હસ્તે સને 2022-23 ના વર્ષ માટે ડાંગ જીલ્લામાંથી ઇલાબેન ગોવિંદભાઇ બીરારીને ચિત્રકૂટ એવોર્ડ થી નવાજવામાં આવ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે આખા ગુજરાત માંથી આવી શ્રેષ્ઠ કામગીરી કરનાર તમામ 33 જીલ્લા માંથી એક એક શિક્ષકની પસંગી થતી હોય છે.એમાં ડાંગ જિલ્લા માં સુબીર તાલુકા ના ઇલાબેન બીરારી ની પસંદગી થતા સુબીર તાલુકામાં ખુશી નો માહોલ છવાઈ ગયો છે.
સુબીર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શામજીભાઈ પવાર,મહામંત્રી જયરાજ પરમાર દ્વારા જણાવાયું હતું કે છેલ્લા બે વર્ષો થી આ એવોર્ડ સુબીર તાલુકાના શિક્ષકો ને પ્રાપ્ત થાય છે એ સંગઠન માટે ગર્વ અનુભવી એ છીએ.ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, તાલીમ ભવનના પ્રાચાર્ય રાઉત સાહેબ,ટી.પી.ઇ.ઓ,બી.આર.સી,મંડળી અને સંગઠન ના હોદ્દેદારો,કારોબારી સભ્યો,મહિલાપ્રતિનિધિઓ તથા ટીમ સુબીર દ્વારા શુભેચ્છાઓ પાઠવી હતી.

