પારડી: “જો તમે રક્તદાતા છો, તો તમે કોઈક માટે હીરો છો, ક્યાંક, જેણે જીવનની તમારી ઉદાર ભેટ પ્રાપ્ત કરી છે.” બે દિવસ પહેલા Gujarat sickle cell rugan foundation suchit vyara અને Sai Cricket panchlai દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.

Decision News ને માહિતી આપતાં પારડી તાલુકાના પંચાલાઈ ગામના સંજયભાઈ જણાવે છે કે Gujarat sickle cell rugan foundation suchit vyara અને Sai Cricket panchlai ગામના રક્તદાન કરવાની જરૂરિયાત અંગે જાગૃતિ કાર્યોની ભાવના સાથે 10 રક્તદાતા નિઃસ્વાર્થ ભાવે રકતદાન કર્યું છે.

રક્ત એ જ જીવન છે અને આ જીવન સરિતાને વહેતી રાખવા સ્વૈચ્છિક રક્તદાન જ મહાદાન છે. આપણે જાણીએ છીએ તેમ એક માનવીની લોહીની જરૂરિયાત બીજો માનવી જ પૂરી પાડી શકે છે. હાલમાં જે દક્ષીણ ગુજરાતના યુવાનોમાં રક્તદાનને લઈને જાગૃતતા આવી રહી છે તે કાબિલે તારીફ છે.