સંઘપ્રદેશ: ગાંધીવાદી દમણમાં રહેતા પદ્યશ્રી પ્રભાબેન શાહનું દમણની હોસ્પિટલમાં મૃત્યુ થયાના દુ:ખદ સમાચાર આવ્યા છે ત્યારે મળેલી માહિતી મુજબ પ્રભાબેન સમાજસેવા ક્ષેત્રે ગત વર્ષે પદ્યશ્રી એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી પ્રમાણે પદ્મશ્રી પ્રભાબેન શાહ છેલ્લા દોઢેક મહિનાથી તેઓ શ્વાસ અને હૃદયની બિમારીથી પીડાઈ રહ્યા હતા. અચાનક 2 દિવસથી તકલીફ વધી જતા તેમને દમણની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. પણ તેમના શરીર રિસ્પોન્ડ નહીં આપતાં ગતરોજ બપોરે દોઢ વાગ્યાની આસપાસ તેઓએ અંતિમ શ્વાસ લીધા હતા.
પ્રભાબેન શાહ ગાંધી વિચારધારાથી પ્રભાવિત હતા બારડોલીમાં 1930માં જન્મેલા પ્રભાબેન 1963માં દમણમાં સ્થાયી થયા. તેમને સામાજિક પ્રવૃતિમા મહામુલો ફાળો આપવાને માટે ગત વર્ષે તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે તેઓને પદ્મશ્રી એવોર્ડ એનાયત કરાયો હતો. તેમને અટલ એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા. પ્રભાબેન શાહ બારડોલીના સ્વરાજ આશ્રમ સાથે જોડાયેલા હતા. પાછલા 68 વર્ષથી સમાજસેવા કરી રહ્યા હતા

