ચીખલી: સતત ઉડતી ધૂળના કારણે માનવ આરોગ્ય અને પર્યાવરણ માટે અત્યંત જોખમી બનેલી રસ્તા પર આવેલી ક્વોરીઓ બંધ કરાવવા માટે લોકોએ અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કર્યા છતાં કોઈ નિરાકરણ ન આવતાં આજે સમસ્ત આદિવાસી સમાજ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના ચીખલી રાનકૂવા રોડ પર અસંખ્ય કવોરી આવેલી છે સાંજે 6 થી 8 દરમિયાન અને આખો દિવસ રોડ પર મોટા પ્રમાણમાં કવોરીની ધૂળ રજકણો હોવાથી 10 ફૂટ દુર સધીનું વાહન પણ દેખાતું નથી આથી અકસ્માત અને પ્રજાના આરોગ્ય માટે રોડ પરની કવોરીઓ બંધ કરવાની લેખિતમાં રજુવાત સમસ્ત આદિવાસી સમાજ નવસારી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રી કરવામાં આવી છે.

સમસ્ત આદિવાસી સમાજ દ્વારા આ નિર્ણય લોકોના સારા સ્વાથ્ય અને પર્યાવરણ પ્રદુષણ અટકાવવામાં માટે લેવામાં આવ્યો છે ત્યારે હવે જોવું એ રહ્યું કે આ લોકહિતની ફરિયાદ માટે ગુજરાત સરકાર શું પગલાં ભારે છે અને આવનારા સમયમાં રસ્તા પરની ક્વોરીને લઈને શું નિર્ણય લેવામાં આવે છે.