પારડી: સામાન્ય માણસ સાથે થયેલા અન્યાય વિરુદ્ધ માહિતી મેળવા માટે હથિયાર સ્વરૂપ માહિતી અધિકાર RTI ના કાયદાનો સરેઆમ ઉલ્લંઘન કરી માહિતી ન આપી પારડી તાલુકાના મામલતદાર અને વલસાડ એડીનલ કલેકટર વિરુદ્ધની અરજદાર દ્વારા CMને લેખિત ફરિયાદ કર્યા ઘટના બહાર આવી છે.

Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં તરમાળીયા ગામમાં રહેતાં ચીમનભાઈ નગીનભાઈ પટેલ દ્વારા RTI કરી માહિતી માંગવામાં આવી હતી પણ જેની સુનવણી 7-9-2022 ના રોજ વલસાડ કલેકટર ઓફીસ પર ઓનલાઈન કરવામાં આવી હતી પરંતુ આ હુકમના 3 મહિના વીતી ગયા બાદ પણ અમોને માહિતી ઉપલબ્ધ છે એમ સ્વીકારેલ હોવા છતાં અરજદારને હજુ આપી નથી. અને અરજદારને વારંવાર ધક્કા ખવડાવ્યા કરવામાં આવે છે.

વલસાડ એડીનલ કલેકટરને રૂબરૂ મળ્યા છતાં તેમના દ્વારા પણ કોઈપણ પ્રકારનો માહિતી આપવા મુદ્દે કોઈ સહકાર ન મળતાં આખરે અરજદારે ભારોશાની ભાજપ સરકારના મુખ્યમંત્રીને લેખિતમાં રજુવાત કરી છે કે આવા માહિતી અધિકારની ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં ભરવામાં આવે અને માહિતી અધિકારના કાયદા હેઠળ અરજદારને પુરતી માહતી આપવામાં આવે. હવે આવનારો સમય જ બતાવશે કે આ અધિકારીઓ માહિતી આપે છે કે નહિ..અને સરકાર અધિકારીઓ વિરુદ્ધ શું એક્શન લે છે.