કપરાડા: શિયાળાનું ગુલાબી ઠંડીમાં આદિવાસી વિસ્તારોમાં ક્રીકેતો માહોલ જામ્યો છે ત્યારે આજરોજ કપરાડા તાલુકામાં આવેલા માંડવા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ તરફથી ભાઈઓ અને બહેનોની ક્રિકેટ ટુર્નામેન્ટ માટે ખેલાડીઓની પસંદગીનું આયોજન કરવામાં આવ્યું.
Decision News ને મળેલી વિગતો મુજબ કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી બીપીનભાઈ પટેલ, વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના કાર્યધ્યક્ષ શ્રી જયેશભાઈ, મહામંત્રી શ્રી મિતેશભાઈ, ખજાનચી શ્રી કિરણભાઈ તથા પસંદગી સમિતિના સભ્યો અને ક્રિકેટમાં રસ ધરાવતા શિક્ષક ભાઈઓ/બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.ક્રિકેટ ટીમની પસંદગીની સાથે કપરાડા તાલુકામાંથી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ ટુર્નામેન્ટમાં ભાગ લીધેલ શ્રી કુણાલભાઈ ખરેડી CRC કો-ઓર્ડીનેટર તથા યોગેશભાઈ શિક્ષકશ્રી નાંદગામ પ્રાથમિક શાળાનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે શિક્ષક ભાઈઓ બહેનોને ક્રિકેટ રમાડીને પસંદગીની સમિતિના સભ્યોએ પસંદગી કરી હતી. બંને ટીમો 30 અને 31 જાન્યુઆરીએ વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની યોજનારી ક્રિકેટ ટુર્નામેન્ટમાં કપરાડા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.

