વલસાડ: આદિવાસી વિસ્તારોમાં અંધશ્રદ્ધાનું દૂષણ આજના આધુનિક જમાનામાં પણ સંપૂર્ણ ખતમ થયો નથી તેની તાજું ઉદાહરણ વલસાડના કરવડ ગામમાં એક 9 વર્ષના બાળકની બળી આપવાના પોલીસ તપાસમાં બહાર આવેલા કિસ્સા પરથી સામે આવ્યો છે.

જુઓ વિડીયો..

ગ્રામજનોના જણાવ્યા અનુસાર વલસાડના કરવડ ગામમાં એક 9 વર્ષના બાળકની કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે સેલવાસના સાયલી ગામનો 9 વર્ષીય ચૈતા નામનો બાળક ઘરની પાસે રમી રહ્યો હતો. અચાનક તે ગુમ થઈ જતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મુખ્ય સગીર આરોપીએ પૈસાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવી મેલી મુરાદથી ચૈતાનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની બલિ ચઢાવવામાં આવી હતી. બાદમાં ધડનો ભાગ કેનાલમાં ફેંક્યો હતો. જ્યારે મૃતદેહનો બાકીનો ભાગ સાયલીના સ્મશાન નજીકથી મળી આવ્યો હતો. આ ઘટનાના પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી હતી.