વલસાડ: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા પોસ્ટ વિસ્તારમાં ગેરકાયદેસર નાણાં ધીરધાર કરવા બાબતે નાનાપોંઢા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. પરમાર સાહેબને ફરીયાદ મળતા ગેરકાયદેસર નાણાં ધિરનાર આરોપી ઈશ્વરભાઈ રડકાભાઈ પટેલ રહે. ધોધડકુવા નિશાળ ફળિયા તા. કપરાડા જી. વલસાડ નાઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીઆગળની તપાસ એ.એસ.આઈ.ગૌતમભાઇ કાળુભાઇ નાઓને સોંપતા એ.એસ.આઈ.ગૌતમભાઇ નાઓએ આરોપી ઈશ્વરભાઈ રડકાભાઈ પટેલ નાઓની ગુનાનાં કામે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
Decision News ને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લામાં વર્ષોથી આજે પણ વલસાડ અને ધરમપુરમાં અનેક વ્યાજખોરો મોટું નેટવર્ક ચલાવી રહ્યા છે. માથે ભારે વ્યાજખોરો પોલીસ અને પત્રકાર કે જાગૃત વ્યક્તિ ને કોઈ પણ પ્રકારની લૉન ધિરાણ આપતા નથી. હાલમાં કરોડો નો કારોબાર ચાલે છે. ધરમપુર કપરાડા પારડી ના ગ્રામ્ય વિસ્તારોમાં તમામ લારી ગલ્લા અને પશુપાલન જેવા અનેક ધંધાકીય નામે ધિરાણ કરવા આવે છે. જે પણ મહિલાના નામે આપે છે.પરપ્રાંતીય વ્યક્તિ ઓ અગર ગુજરાતમાં માથા ભારે વ્યક્તિ હોઈ એવા વ્યક્તિ દ્વારા ઉઘરાણી કરવામાં આવે છે.
રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે આ માટે હાલમાં જ સરકાર દ્વારા કાયદામાં પણ સુધારા કરીને ગુંડા એક્ટ અને પાસા એક્ટમાં વ્યાજખોરીના ગુનાને પણ આવરી લેવામાં આવ્યા છે. જેથી હવે વ્યાજખોરીની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને પણ પાસા હેઠળ જેલ હવાલે કરી શકાય છે.
આ અનુસંધાને વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે થતી લોકોની કનડગત સામે કડક કાર્યવાહી કરવા રાજ્ય પોલીસ દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જરૂરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે નાણાંનુ ધીરાણ કરીને, બાદમાં ધીરવામાં આવેલ નાણાનું ગેરકાયદેસર રીતે અનેક ગણું વ્યાજ વસૂલવા માટે ધાક –ધમકી આપી બળજબરી કરવામાં આવતી હોવાના ઘણા બનાવો બને છે. ઘણી વખત દેણદારની મિલ્કત પણ બળજબરીથી લખાવી લેવામાં આવે છે. પરિણામે આવા ઘણા બનાવોમાં ભોગ બનનાર દ્વારા આત્મહત્યા કરવા સુધીના પગલાં લેવામાં આવે છે. માટે રાજ્ય જીલ્લા/શહેરની પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરી કાયદેસરના પગલાં લેવા જણાવવામાં આવેલ છે. બળજબરીથી નાણાં વસુલ કરનારાઓ સામે ગુના દાખલ કરીને, સત્વરે આરોપીઓની પુરાવા આધારે ધરપકડ કરવા આદેશ આપવામાં આવેલ છે.











