વડોદરા: www.VankarSamaj.com અને વણકર યુવા સમિતિ – વડોદરાના ઉપક્રમે સંસ્થાનો પાંચમો NRI જીવનસાથી પસંદગી મેળો યોજાઇ ગયો જયાં 168 જેટલી યુવતિઓ અને 106 જેટલા NRI યુવકોએ લાભ લીધેલ હતો.
આ પ્રસંગે ઉપસ્થિત અમેરીકા નિવાસી શ્રી અનિલભાઇ પરમાર અને લંડન નિવાસી શ્રી કલ્પેશભાઇ મકવાણાનુ આયોજકશ્રી મિતેશભાઇ ચાવડા અને શ્રી ભરતભાઇ ડાભી દ્વારા ગુજરાત યુનિવર્સીટી અમદાવાદના નિવ્રુત્ત ડિનશ્રી ડૉ. મનુભાઇ મકવાણાને હસ્તે સન્માન કરવામાં આવેલ હતી આ કાર્યક્રમમાં અમદાવાદના જાણિતા શિક્ષણવિદ શ્રી સતિષભાઇ શાહનુ પણ સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદથી આવેલ GPSC ના પુર્વ ચેરમેન અને સદસ્યશ્રી મુળચંદ રાણા, આંબેડકર ભવન વડોદરાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી મણિલાલ પરમાર, વડોદરાના પુર્વ ડેપ્યુટી મેયરશ્રી ડૉ. જીવરાજભાઇ ચૌહાણ, ખાસ પાલનપુરથી પધારેલ ધાણધાર વણકરસમાજના શ્રી સતિષભાઇ ચૌહાણ અને અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમમાં જોડાયેલ યુવક– યુવતિઓએ સ્ટેજ પર આવી તેઓની લગ્નવિષયક માહિતિ આપેલ અને પસંદગીના પાત્ર અંગેની ઇચ્છા જણાવેલ અને સંસ્થા દ્વારા આવા NRI કાર્યક્રમથી છેલ્લા ચાર વર્ષમાં વણકરસમાજની ચાર ડઝન જેટલી બહેનો લગ્ન કરીને ફોરેન સેટલ થયેલ છે તે ઉપરાંત વર્ષે એવરેજ બે ડઝન જેટલા સગપણ પણ થાય છે.

