વલસાડ: આદિવાસી વિસ્તારમાં ભ્રષ્ટાચાર નવી વાત નથી ફરી એક વખત વલસાડ જિલ્લા પંચાયતમાં ACBનો સપાટો જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર સાથે તેમનો વચેટીયો પણ ફરિયાદી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે.

Decision Newsને મળેલી માહિતી પ્રમાણે ફરિયાદી પાસેથી રૂપિયા 15 લાખની લાંચ લેતા વલસાડ જિલ્લા પંચાયતમાં ACBનો સપાટો જિલ્લા પંચાયતના નાયબ કાર્યપાલક ઇજનેર અને આસિસ્ટન્ટ ઇજનેર સાથે તેમનો વચેટીયો પણ ACB એ રંગે હાથ ઝડપ્યા. એવું જાણવા મળ્યું છે કે કોન્ટ્રાકટર પાસેથી કામના ફાઈનલ બીલ પાસ કરાવવાની અવેજી પેટે માગી હતી

વલસાડના ભ્રષ્ટ બનેલા લાંચ લાંચિયા નાયબ કાર્યપાલક ઇજનેર નીલય નાયક અને વચેટિયો વિક્રમ પટેલની ધરપકડ આરોપી આસિસ્ટન્ટ ઇજનેર અનિરુદ્ધ ચૌધરી ફરાર જિલ્લા પંચાયત કચેરીના ગેટ પર જ લાંચ લેતાં ઝડપાતાં લોકોમાં સમગ્ર વાતાવરણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.