ચીખલી: ગતરોજ ચીખલી તાલુકાના ઘોલારના ગામના યુવકો દ્વારા માવલી માતા ગ્રાઉન્ડ પર ગામના યુવકોમાં એકતા આવે એ હેતુથી સતત બીજા વર્ષે પણ આદિવાસી પ્રીમિયર લીગ સીઝન 2 નું આયોજન કરવામાં આવેલ જેમાં 8 ટિમોએ ફડવેલની જય શ્રી કેદાર ટીમ વિજેતા બની હતી.

Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના ઘોલારમાં યોજાયેલ સતત બીજા વર્ષે પણ આદિવાસી પ્રીમિયર લીગ સીઝન 2 નું આયોજન કરવામાં આવેલ જેમાં 8 ટિમોએ ફડવેલની જય શ્રી કેદાર ટીમ વિજેતા બની હતી અને પાણીખડકની એકલવ્ય ટીમ રનર્સ અપ રહી હતી. આ પ્રસંગે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ, ખેરગામના જાણીતા યુવા તબિબ ડો.નિરવ ભૂલાભાઈ પટેલ, ગામના સરપંચ વલ્લભભાઈ દેશમુખ વગેરે મહાનુભાવોએ હાજરી આપ રમતવીરોનો ઉત્સાહ વધારેલ હતો.

અનંત પટેલ અને ડો.નિરવ પટેલે ક્રિકેટની લોકપ્રિય રમત થકી બનેલી એકતાનો ઉપયોગ દેશહિત અને સમાજહિત માટે કરવાનો અનુરોધ કર્યો હતો. સરપંચ વલ્લભભાઈએ આવતી સીઝન સુધીમાં ગ્રાઉન્ડ વધારે સુંદર બનાવી આપવાનું વચન આપેલ હતું.આ ટુર્નામેન્ટને સફળ બનાવવા મિલન પવાર, પ્રવીણ પવાર, પ્રદીપ ગાંવિત, મેહુલ પવાર, જય માહલા, ઈલેશ ગાંવિત, ભાવિક ભીમસેન અને માવલી ઇલેવન ગ્રુપ સહિતનાઓ ખુબ મહેનત કરી હતી.