ચીખલી: નવસારી જિલ્લામાં અકસ્માતોની ઘટનામાં એકાએક ચિંતાજનક વધારો થયો છે છેલ્લા દસ દિવસના અંતરાલમાં પાંચથી વધુ અકસ્માતો હાઈવે ઉપર નોંધાયા છે ત્યારે ફરીવાર ચીખલી તાલુકાના ટાંકલ સરૈયા ગામે ટેમ્પો અને ટ્રક સામસામે અથડાતાં જોરદાર ટક્કર થઇ અને ઘટના સ્થળે જ બે લોકોનાં મોત થયાનું બહાર આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા દસ દિવસના અંતરાલમાં પાંચથી વધુ અકસ્માતો હાઈવે ઉપર નોંધાયા છે ત્યારે ફરીવાર ચીખલી તાલુકાના ટાંકલ સરૈયા ગામે ટેમ્પો અને ટ્રક સામસામે અથડાતાં બને વાહનોને ભારે નુક્સાન પહોચ્યું હતું. જેમાં બે ના મોત નિપજવા સાથે ટ્રકમાં સવાર 2થી 3 ને ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા છે.

અકસ્માતમાં પ્રાથમિક દૃષ્ટિએ ટેમ્પો ચાલકની ભૂલ હોવાની વાત સામે આવી છે જેમાં અકસ્માત થતાં ટેમ્પો ચાલક ભાગી ગયો હતો અને 1 મજૂર કિશોર કોલઘાનું મોત થયું હતું. જ્યારે સામે ટ્રકના ચાલક અશોક બાબુ પટેલનું પણ મોત થયું છે. જેમના દીકરાએ અકસ્માત અંગે ચીખલી પોલીસ સ્ટેશનને ફરિયાદ લખાવી છે.