નવસારી: ભારતની સૌથી લાંબી ઉદ્યોગ સાહસિકતા યાત્રા એટલે કે જાગૃતિ યાત્રા ૨૦૨૨-૨૩. ૧૫ દિવસીય ૮૦૦૦કીમી અંતર ધરાવતી આ ટ્રેન યાત્રામાં ગુજરાતના આદિવાસી યુવક કેયુર કોંકણીને સ્થાન ભારતના અમૃતકાળની આ અમૃત યાત્રામાં દેશના વિવિધ રાજ્યોમાંથી ૨૨૦૦૦થી વધું ફોર્મ ભરવામાં આવ્યા હતાં. જેમાં ૫૦૦ ઉદ્યોગસાહસિક યુવક/યુવતીઓને સિલેક્ટ કરવામાં આવ્યાં હતાં. તેમજ ૧૪ જેટલા દેશના વિદેશીઓ આ યાત્રાનું અધ્યયન કરવા માટે આવ્યા હતા.
Decision Newsને મળેલી વિગતો અનુસાર ભારતની આ જાગૃતિ યાત્રામાં Exploration-Idea Creation- Reflection ના એકીકરણથી ઉધોગ સાહસિકો Biz Gyan Tree (B- plan competition) નું આયોજન થયું હતું. જેમાં ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના ચીખલીના કેયુર કોંકણી અને તેમની ટીમ Route To Roots એ ભાગ લીધો હતો. Route To Roots ના બિઝનેસ મોડેલનો ઉદેશ્ય“ મુસાફરી દરમિયાન મુસાફરો દ્વારા ખરીદવામાં આવતી આર્ટ અને કલ્ચની વસ્તુઓને તેમના નિરધારિત સ્થાને સહીસલામત પહોંચાડવાનો તેમજ લોકલ આર્ટિસ્ટોને વધુ રોજગારી પ્રાપ્ત કરવાનો છે. “
કેયુર કોંકણી જે પેહલેથી તેઓ આદિવાસી વિસ્તારમાં એવી ચીજવસ્તુઓ જે હાલનાં તબક્કે ખુબ ઉપયોગી તેમજ લુપ્ત થવાના આરે છે. સાથે સાથે પરંપરાગત રિતરીવાજમાં વપરાતી વસ્તુઓ તેના પર સંશોધન કરી તેને GI ટેગ પર કાર્ય કરી રહ્યા છે. તેમણે પોતાની આઇડીયાનું રિપ્રેઝન્ટેશન આ બિઝનેસ મોડેલમાં કરી જે તે સ્થળના આર્ટ અને કલચરનું પ્રભુત્વ કેવી કેવીરીતે વધારી શકાય તે દર્શાવ્યું હતું અને અને પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.











