ગુજરાત: વર્તમાન સમયમાં જ ગુજરાત સ્ટેટ ઈલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL)માં વિદ્યુત સહાયક (જૂનિયર આસિસ્ટન્ટ અને જૂનિયર એન્જિનિયર) પદ પર ભરતી પડી છે જેમાં તમે ઓનલાઈન અરજી GSECLની વેબાસાઈટ gsecl.in પર જઈને કરવાની રેહશે.
Decision News એ મેળવેલી માહિતી મુજબ ભરતી પરીક્ષાની અરજી 3 જાન્યુઆરીથી શરુ છે જે 23 જાન્યુઆરી પૂરી થઇ જશે. વિદ્યુત સહાયકના પદ માટે જરૂરી લાયકત વાત કરવામાં આવે તો જૂનિયર આસિસ્ટન્ટઃ ફૂલ ટાઈમ BA, B-Com, BSC, BCA અને BBAમાં ઓછામાં ઓછા 55 ટકા સાથે કમ્પ્યુટરનું જ્ઞાન અને અંગ્રેજી તથા ગુજરાતી ભાષાની જાણકારી હોવી જોઈએ. જૂનિયર એન્જિનિયરઃ ફુલ ટાઈમ BE/B-Tech (એનવાયરમેન્ટ)માં ઓછામાં ઓછા 55 ટકા સાથે કમ્યુટર ઓપરેશનનું નોલેજ અને અંગ્રેજી તથા ગુજરાતી પર સારી પકડ જરુરી છે.
પગાર ધોરણની વાત કરવામાં આવે તો જૂનિયર આસિસ્ટન્ટનો પગાર પહેલા વર્ષે ટ્રેનિંગ દરમિયાનઃ 17,500 રૂપિયા, બીજા વર્ષની ટ્રેનિંગ દરમિયાનઃ 19,0000 રૂપિયા, ત્રીજા વર્ષની ટ્રેનિંગ દરમિયાન 20,500 રૂપિયા, ટ્રેનિંગ પછી 25,000 – 55,800 રૂપિયા પ્રતિ માસ રેહશે. જૂનિયર એન્જિનિયરનો પગાર પહેલા વર્ષે 37,000 રૂપિયા પ્રતિ માસ, બીજા વર્ષે 39,000 રૂપિયા પ્રતિ માસનું જાણવા મળ્યું છે. આ ભરતી માટે ફોર્મ ભરવાની ફી જનરલ, SEBC અને EWS માટે 500 રૂપિયા ફી છે. જ્યારે SC, ST અને દિવ્યાંગ માટે 250 રૂપિયા ફી છે.

