ધરમપુર: વલસાડ જીલ્લામાં ક્રિકેટનો માહોલ જામી ચુક્યો છે ત્યારે આજરોજ ધરમપુરના વાંકલ ગામમાં ખેરગામ-ધરમપુર ફોટોગ્રાફર એસોસીએસનના સંયુક્ત ઉપક્રમે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મરલા હિતેશ ઇલેવન વિજેતા બની હતી

Decision News ને મળેલી માહિતી મુજબ ધરમપુરના વાંકલ ખાતે યોજાયેલી આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન ખેરગામના જાણીતા તબિબ ડો.નિરવ પટેલ, પ્રોફેસર નિરલ પટેલ,ઈજનેર મયુર પટેલ દ્વારા કરવામાં આવેલ હતું. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કમલેશભાઈ, વલસાડ આદિજાતિ મોર્ચા પ્રમુખ નવીનભાઈ,સાંઈનાથ હોસ્પિટલના ડો.હેમંત પટેલ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતાં.

આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ અને પંકજભાઈએ ફોટોગ્રાફર એસોસીએસનની વિવિધ સુંદર કામગીરીઓ વર્ણવી હતી. ટુર્નામેન્ટને સફળ બનાવવા પરિમલ, રામુભાઇ, હિતેષભાઇ, અમિતભાઇ, વિમલભાઈ, ભગવાનદાસ, અંકિતભાઈ, હેમંતભાઈ, વિમલભાઈ, વિકાસભાઈ, મનીષભાઈ, જીતુભાઇ, હરદીપભાઈ, સાગરભાઈ વગેરેએ ખુબ મહેનત કરી હતી.