છોટા ઉદેપુર: રોડ અકસ્માતની સાથે સાથે ઘરમાં, બસોમાં કે પછી અન્ય ગાડીઓમાં આગ લાગવાની ઘટનાઓ વધતી જઈ રહી છે ત્યારે આજે સવારના સમયમાં ફરી એક સી.એન.જી.કારમાં વહેલી સવારે લાગી આગ લાગવાની ઘટના સામે આવી છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી માહિતી મુજબ તેજગઢ પાસે એક સી.એન.જી.કારમાં વહેલી સવારે વેગેનાર કારમાં લાગી આગ લાગી ગઈ હતી જેમાં કાર ચાલક પણ બળીને ભડથું થઇ ગયો હતો. ઘટના સ્થળ પર હાલમાં કાર બળીને ખાખ થઈ ભંગાર હાલતમાં જોવા મળી રહી છે.
આ જે અચાનક આગની ઘટના બની એમાં કારમાં લાગેલી આગની જવલંત જ્વાળા વિકરાળ હતી કે ચાલકને ગાડીમાંથી નીકળવાનો સમય પણ મળ્યો ન હતો અને તે પણ કાર બળીને ભડથું બની ગયો હતો. એવું જાણવા મળે છે આ કાર ચાલક વડોદરાથી છોટા ઉદેપુર તરફ જઈ રહ્યો હતો

