વાંસદા: ક્યારે નસીબના જોગે અકસ્માત ટળી જતો હોય છે આવો જ કિસ્સો ગતરોજ વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાંથી પસાર થતાં હાઈવેના વળાંક પાસે એક ટ્રક આડો ફરી રસ્તાની ગટરમાં ઉતરી ગયો હતો જેના કારણે એક મોટો અકસ્માત સર્જાતા સર્જાતા રહી ગયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાના મીઢાબારી ગામમાંથી પસાર થતાં હાઈવેના વળાંક પાસે GJ-01 DU-6161 નંબરનો એક ટ્રક સાંજના સમયે ટ્રક ચાલકને નીંદરનું એક ઝપકી આવી જતાં સ્ટેરીંગ પરનો કાબુ જતા રેહતા રસ્તો પર આડો ફરી રસ્તાની ગટરમાં ઉતરી ગયો હતો જેના કારણે એક મોટો અકસ્માત સર્જાતા બચી ગયો હતો. આ ટ્રક આડો થઇ જવાના કારણે થોડી વાર માટે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. બાદમાં ઘટના સ્થળે પોલીસ આવી જતા પોલીસે એક સાઈટનો રસ્તો બંધ કરી  વાહન વ્યવહાર ફરી શરુ કરાવી દીધો હતો.

વાંસદા- ધરમપુરના હાઈવે નંબર 56 પર અવારનવાર આવા અકસ્માત સર્જાતા હોય છે ત્યારે જો આ પણ ગંભીર અકસ્માત સર્જાયો હોય તો જીવલેણ બની ગયો હતો પણ ટ્રક ચાલકના નસીબના બળે આ અકસ્માત અટક્યો હોય એમ કહી શકાય