દક્ષિણ ગુજરાત: વર્તમાન સમયમાં વ્યાજખોરનો આંતક થી લોકો આત્મહત્યા કરી લેતાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે ત્યારે તેના ઘટનાઓને અટકાવવા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે જાહેર જનતાને માટે એક ફરિયાદ કરવા એક નંબર જાહેર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે લાયસન્સ વિના ગેરકાયદે રીતે નાણાં ધીરનાર ઈસમો દ્વારા ઉંચા વ્યાજે નાણાં ધીરી, લોન આપી નાગરિકો પર ઉચાં વ્યાજ ધાકધમકી આપી ઉઘરાણી કરવામાં આવતી હોય છે. જેના કારણે અવારનવાર વ્યાજખોરો વિરુદ્ધ અનેકો ફરિયાદો આવે છે. અને અમુક કિસ્સાઓમાં તો વ્યાજ લીધેલ આ ધાકધમકીના કારણે આપઘાત પણ કરી લેતા હોય છે જેને લઈને હવે સુરત જિલ્લા પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે આવા ઉઘરાણું કરતાં વ્યાજખોર સામે 9979105082 નંબર પર ફરીયાદ કરવા સુરત જિલ્લા ગ્રામ્ય પોલીસે જણાવ્યું છે.
વ્યાજખોરોનું દૂષણ વ્યાપક પણે આદિવાસી વિસ્તારોમાં પ્રસરી રહ્યું છે ત્યારે ઘણાં પરિવારો વ્યાજના ખપ્પરમાં હોમાઈ ગયા છે. આ દૂષણને અટકાવવા પોલીસે ઝુંબેશ ઉપાડી છે અને કોઈ પણ ભય વગર 9979105082 નંબર પર ફરીયાદ કરવા જાહેર જનતાને અપીલ કરી છે. હવે ધાક-ધમકી આપી ઉઘરાણું કરતાં વ્યાજખોરો ખેર નથી.

