નવસારી: આજરોજ નવસારીમાં એક આરોપીએ કોર્ટમાં નવસારીના એડિશનલ ડિસ્ટ્રીક્ટ મહિલા જજ સાહેબને અપશબ્દો બોલી તેની પર પથ્થરથી હુમલો કર્યો ની ઘટના બહાર આવતાં જ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. સદ્નસીબે નામદાર જજ સાહેબને કોઈ ઈજા થવા પામી નથી.

Decision Newsને મળેલી જાણકારી પ્રમાણે આજે નવસારીમાં 326ના ગુનામાં સામેલ આરોપી ધર્મેશ રાઠોડને આજે નવસારી ચીફ કોર્ટમાં રજૂ કરાયો હતો. સુનાવણી દરમિયાન આરોપીએ મહિલા જજ એ.આર.દેસાઈ પર પથ્થર ફેંકીને હુમલો કર્યો હતો. એવું મનાય રહ્યું છે કે આરોપી પોતાના ખિસ્સામાં જેલમાંથી જ પથ્થર લઈને આવ્યો હતો. આ ઉપરાંત આરોપીએ જજને અપશબ્દો પણ કહ્યા હોવાનું બહાર આવ્યું છે.

આ બનાવને લઈને જેલ કેદી જાપ્તાની ટુકડી પર સવાલો ઉભા થઇ રહ્યા છે. આવા આરોપીને કોર્ટમાં જજ સમક્ષ રજૂ કરતા પહેલાં પૂરતી સાવધાની રાખવી જોઈએ તેમાં તંત્ર બેદરકારી દેખાય આવી છે. આ બનાવને બાર એસોસિએશને વખોડી કાઢવવામાં આવી છે.