આહવા: આજના સમયમાં આદિવાસી વિસ્તારોમાં નાનામાં  નાની કામની જગ્યાથી લઇને મોટી મોટી ઓફિસો દરેક જગ્યા પર ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે ત્યારે ડાંગના આહવાના ભવનદગડ પાસે વાંગણ ગામમાં બની રહેલા પુલિયામાં કોન્ટ્રાક્ટર કેટલા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર  કરી રાહ્યો છે.

જુઓ વિડીયો..

Decision Newsને મળેલી માહિતી મુજબ આહવાના વાંગણ ગામના લોકો આ પુલિયાની કામગીરીને લઈને વિરોધ કરી રહ્યા છે પણ કોન્ટ્રાક્ટર પર કોઈ મોટા રાજકીય માથાનો હાથ હોવાના કારણે બેફામ મનમાની ચાવી રહ્યો છે એ ગ્રામજનોની એક પણ વાત સંભાળતો નથી આ લખાય રહ્યું છે ત્યારે કદાચ પુલ બનીને તૈયાર પણ થઇ ગયો હશે. શું સરકાર જે લાખો અને કરોડો રૂપિયા આદિવાસી લોકોના અને આદિવાસી વિસ્તારના વિકાસ અને માળખાકીય સુવિધા પાછળ વાપરે છે તે કામ કેવા પ્રકારે હલકી ગુણવત્તા સાથે કરવામાં આવે છે તેનું આ પુલિયાનું કામ નમુનારૂપ છે. લોકોના જીવન સાથે ખિલવાડ કરતા આવા કોન્ટ્રાક્ટર વિષે ગ્રામજનોનું કહેવું છે કે આવા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરને સરકારી તંત્ર ભલે સજા ન આપે પણ કુદરત એને નહિ છોડે એ નક્કી છે અને કુદરતનો ન્યાય એ સહી નહિ શકે. લોકોની બદદુઆ કોન્ટ્રાક્ટરને ભારે પડશે.