ખેરગામ: આજરોજ ખેરગામમાં હાલમાં ચાલી રહેલી ગંદા પાણીના નિકાલ માટેની ગટરની કામગીરીથી સ્થાનિક ગામવાસીઓમાં ગટરના પાણી દાદરી ફળિયા તેમજ બાવળી ફળિયા થી કોતરમાં છોડવાના મુદ્દે વિરોધ નોંધાવી તેને અટકાવવા કલેકટરને રજુવાત કરાઈ છે.
જુઓ વિડીયો..
Decision Newsને મળેલી વિગતો અનુસાર ખેરગામ તાલુકા મથકે હાલમાં ખેરગામ બજાર વિસ્તારમાં શ્રીજી હોટલથી માંગણવાડ સુધી નુ ગંદુ પાણીની ગટર તાલુકા પંચાયતની ગ્રાંટમાંથી બનાવવાનુ આયોજન થતા ૨૬ ડિસેમ્બરના રોડ ખાતમુર્હત કરી કામની શરૂઆત કરવામાં આવી છે. પરંતુ આ ગટરનુ ગંદુ પાણી આરોગ્યને નુકશાન કરતુ ગટરનુ પાણી ખેરગામના વોર્ડ નં . ૧૩ દાદરી ફળિયા થી વોર્ડ નં. ૩ બાવળી ફળિયા ને જોડતી કોત ૨ માં છોડવાના હોય જેના કારણે સ્થાનિક રહીશોના હેન્ડપંપ , કુવા , બોર તમામ સિંચાઈના સ્ત્રોતને નુકશાન થવા સાથે ભારે અસર વર્તાવા પામશે અને જેના કારણે ખેતીવાડી તથા પીવાના પાણી પણ દુષિત થવા પામશે અને આરોગ્ય સાથે પણ ચેડા થવાના ભય છે.
આમ બજારનુ ગંદુ પાણી જે તે ઘરના લોકો ખાડકુવા બનાવી ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા કરે અને આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા બાબતેની વૈખિત રજુઆત નવસારી જીલ્લા કલેકટર , જીલ્લા વિકાસ અધિકારી નવસારી , જીલ્લા આરોગ્ય અધિકારી તેમજ ખેરગામ તાલુકા મામલતદાર ને કરી ગટરની કામગીરી અટકાવવા રજુઆત કરવામાં આવી છે

