કપરાડા: ગતરોજ તાલુકાના સરપંચો અને તાલુકા વિકાસ અધિકારી સાથે બુધવારે પંચાયત ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશેષ ઉપસ્થિત રહેલા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ સરપંચોને વિકાસના કરવામાં આવતા કામોમાં ધ્યાન આપવા અને ગુણવત્તા યુક્ત અને ક્વોલિટી વાળા કામો થાઇ તે માટે નજર રાખવા જણાવ્યું હતું બેઠકમાં પંચાયતોમાં મનરેગાના કામો, આવાસો,શાળાના ઓરડાઓ નું બાકી બાંધકામ,રસ્તાઓ સહિતની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી .
Decision Newsને મળેલી વિગતો અનુસાર આ બેઠકમાં ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ તાલુકામાં ઉનાળા દરમિયાન પાણીની સમસ્યા ન ઉદભવે તે માટે અત્યારથીજ આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી,સાથે અસ્ટોલ યોજનામા જયા પણ પાણી કામગીરી બાકી હોઈ,નળ કનેકશન,બાકી હોઈ તે અગે સરપંચ લેટર પેડ પર લખીને મને આપો, કેટલાક સ્થળે ટાકી લીકેજની સમસ્યા, વાસ્મોનું બાકી કામ હોય, જૂની બંધ પાણી પુરવઠા યોજનાની પણ જાણ મને કરો જેથી સુચારુ આયોજન થઈ શકે, ઉપરાત મોટાપોંઢા, નાનાપોંઢા, સુથારપાડા કપરાડા જેવા મોટા ગામનો કચરોના નિકાલની વ્યવસ્થા કરવા પંચાયતોને જમીન સંપાદન કરવા કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ઉપરાત સરકાર દ્વારા ક્રિકેટ ગ્રાઉન્ડ માટે 7 લાખની જોગવાઈ છે, તે માટે જયાં જમીન છે ત્યાં ફોકસ કરો. સાથે જ તાલુકામાં મનરેગા માટે ઓછી કામગીરી અગે ટકોર કરી હતી.
કપરાડા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી ગાયકવાડે જણાવ્યું કે સરકાર દ્વારા થોડા સમય બાદ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ બનાવવા કેન્દ્રની એજન્સી દ્વારા ડ્રો ન સરવેની કામગીરી શરૂ થનાર છે, જે અગે કોઈ અફવા ન ફેલાઈ અને લોકોને સાચી માહિતી મળી શકે તે પ્રકારનું આયોજન કરવા સરપંચોને જણાવ્યું હતું સાથે કોઈપણ માહિતી જોઈતી હોય તો તાલુકા પંચાયતનો સમપર્ક કરવા અને.લોકોને સાચી માહિતી આપવા અપીલ કરી હતી. મનાલા ગ્રુપ પંચાયત સરપંચ જયેન્દ્ર ગાવિતએ રસ્તાઓનું કામ કપરાડા તાલુકામાં સરકારી દવાખાનામાં તબીબોની અછત, તલાટી અનિયમિતતા, સુથારપાડાથી કપરાડા માટે કોલેજ બસ, શરૂ કરવા રજૂઆત કરી હતી, ખરેડી સરપંચ હિતેશ પટેલે આવાસ યોજનામાં પ્રવર્તતી સમસ્યા દૂર કરવા માગણી કરી હતી.

