પ્રતિકાત્મક ફોટોગ્રાફ્સ

વઘઇ: આદિવાસી મહિલા સાથે બળજબરીને ઘટના અટકવાનું નામ નથી લઇ રહી ત્યારે વઘઈ તાલુકામાં આવેલ ચાર રસ્તા સર્કલ ખાતે હોમગાર્ડ બની નોકરી કરતી આદિવાસી મહિલા દ્વારા મુસ્લિમ ઇસમે જાતિ વિષયક અપશબ્દો બોલી છેડતી કરવાની ફરિયાદ કરવામાં આવી હતી જેને લઈને સમગ્ર માહોલ ગરમાયો છે.

વઘઇ પોલીસ મથકે નોધાયેલી ફરિયાદ અનુસાર વઘઈના ચાર રસ્તા સર્કલ ખાતે એક આદિવાસી મહિલા હોમગાર્ડ બની નોકરી કરતી હતી જેની ગતરોજ એક મુસ્લિમ ઇસમ દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલી છેડતી કરવામાં આવી હતી જેને લઈને આદિવાસી મહિલા અને તેના પરિવાર દ્વારા વિધર્મી શખ્સ સામે એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી વઘઇ પોલીસને ફરિયાદ કરાઈ છે.

Decision News ને મળેલી માહિતી મુજબ 24મી ડિસેમ્બરે આદિવાસી પરણિત મહિલા G.R.D તરીકે તેમની સહ કર્મીઓ સાથે ફરજ પર હતી અને થોડા સમય બ્રેક લેવા નજીકમાં જ ચા ​​​​પીવા ગઈ હતી તે સમયગાળામાં વઘઇના  આશાનગરમાં રહેતો મુસ્લિમ યુવક સદ્દામખામ અસ્લમખાન પઠાણ બાઈક પર આવ્યો અને છેડતી કરવા લાગ્યો હતો તેણે આદિવાસી મહિલાનો હાથ પકડી તું આદિવાસી સુંદરી છે, તું મને ગમે છે, તું મારી સાથે ચાલ, તને મઝા કરાવીશ એમ કહી બળજબરી કરી હતી. આદિવાસી મહિલાએ વિરોધ કર્યો અને તેની ઉપર કેસ કરવાનું કહેતા તું મારી સામે કેસ કરીશ તો હું તને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી જાતિ વિષયક અપશબ્દો બોલી ત્યાંથી ભાગી ગયો હતો.

હાલમાં આ ઈસમ વિરૂધ્ધ ફરિયાદ થતા જ પોલીસે તેની ધરપકડ કરીને સોમવારે કોર્ટમાં રજુ કરતા કોર્ટે તેને કસ્ટડીમાં મોકલી અપાયો હતો તે હવે સળિયા ગણી રહ્યો છે.