નવસારી-વલસાડ: ગુજરાત સરકાર પણ આ વખતે પતંગ ઉત્સવ ઉજવણી કરવાની છે ત્યારે કોરોનાકાળ બાદ દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં બાળકોમાં હાલમાં ઉત્તરાયણની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યું છે પતંગ માટે નવસારી, વલસાડ અને સુરત જાણીતા બજાર છે.
દક્ષિણ ગુજરાતના સુરતની પતંગની દોરી માટે જાણીતું બજાર છે. તેનાથી પતંગ વ્યવસાયથી હજારો લોકોને રોજગારી મળે છે. આ પતંગ બનવવાના વ્યવસાયને લીધે મહિલા કારીગરો પગભર થઈ છે. મહિલાઓ ઘરે રહીને પતંગ બનાવવાનું કામ કરે છે. જે પતંગ સુરતના બજારોમાં વેચાય છે. હાલમાં ભાજપ તેમજ મોદીની તસવીરો ધરાવતી પતંગીની બજારમાં ક્રેજ જોવા મળી રહ્યો છે.
સુરતના માર્કેટમાં કલરફૂલ પતંગોનું વેચાણ મોટા પ્રમાણમાં થઇ રહ્યું છે. એક અનુમાન મુજબ ગુજરાતમાં પતંગ બનવવાના વ્યવસાય સાથે 12 હજાર કરતા વધુ કારીગરો જોડાયેલા છે. વાર્ષિક 11 થી 12 કરોડના પતંગ ઉત્પાદન ગુજરાતમાં થાય છે.

