તાપી: આજરોજ તાપી જીલ્લાના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં ખેડૂતે પાકને બચાવવા ખેતરની ફરતે કરંટવાળી વાડ કરી હતી જેનાથી એક પરિવારમાંથી પિતા, માતા અને પુત્રને કરંટ લાગતા ત્રણેયના મૃત્યુ થયાની ગોઝારી ઘટના પ્રકાશમાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ખેડૂત પોતાની મહેનતના પસીના થી ખેતી કરતાં કરતાં હોય છે ત્યારે ખેતીમાં જાનવરો દ્વારા પોતાના પાકને કોઈ નુકશાન ન થઇ જાય એ માટે અલગ અલગ પાક બચાવવાના નુંશકા અજમાવતો હોય છે. આવો જ નુકશાનથી બચવા માટે તાપીના વાલોડ તાલુકાના મોરદેવી ગામમાં એક ખેડૂતે ખેતરની ફરતે કરંટવાળી વાડ કરવાનો નુશકો અજમાવ્યો અને તેના પરિણામ સ્વરૂપ એક પરિવારના ત્રણ લોકોના કરૂણ મોતનું કારણ બની ગયો હતો.

વાલોડની કરંટવાળો તાર (ઝટકા મશીન) થી એક જ પરિવારના ત્રણ લોકોના મોતથી ગામમાં શોકનો માહોલ પ્રસરી ગયાનું જાણવા મળી મહી રહ્યું છે. હવે આ આકસ્મિક મૃત્યુ અંગે પોલીસ શું પગલાં ભારે છે એ આવનારો સમય જ બતાવશે.