વલસાડ: જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડની કામગીરીને ફેડરેશન કક્ષાએથી બિરદાવવામાં આવી હતી અને જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડને યુનિટ તથા ફેડરેશન કક્ષાએથી વર્ષ દરમ્યાન સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય જેવી સમગ્ર ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ કુલ 11 વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા.

Decision Newsને મળેલી માહિતી મુજબ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન ફેડરેશન -3A 22મું ફેડરેશન કનવેશન VIA ઓડિટોરિયમ , વાપી ખાતે યોજાયું. જેમાં  જાયન્ટ્સ ગ્રૂપ ઑફ વલસાડને વર્ષ દરમ્યાન સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય જેવી સમગ્ર ક્ષેત્રે કરેલ શ્રેષ્ઠ કામગીરી બદલ કુલ 11 વિવિધ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ ઉપરાંત સમગ્ર ગ્રુપની કામગીરીને ધ્યાને લઇ આઉટસ્ટેન્ડિંગ ગ્રૂપ, આઉટસ્ટેન્ડિંગ પ્રેસિડેન્ટ એવોર્ડ ડૉ. આશા ગોહિલને તથા આઉટસ્ટેન્ડિંગ એકટીવિટી, આઉટસ્ટેન્ડિંગ મોન્યુમેન્ટલ , આઉટસ્ટેન્ડિંગ પ્રોજેક્ટ, મેમ્બરશીપ ગ્રોથ એવોર્ડ , આઉટસ્ટેન્ડિંગ મેમ્બર એવોર્ડ હાર્દિક પટેલને તથા સ્પેશ્યલ એવોર્ડ આઉટસ્ટેન્ડિંગ ગ્રૂપ સ્વ. ભૂપેન્દ્ર વશીના સ્મરણાર્થે ઈત્યાદિ જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશનના હોદેદારો તરફથી એનાયત કરી બિરદાવવામાં આવ્યાં.

જા. પ્રમુખ ડૉ. આશા ગોહિલ, જયંતીભાઈ પંચાલ, અર્ચના ચૌહાણ, હાર્દિક પટેલ, જગદીશ આહીર, મહેશ ગાંવિત, દક્ષેશ ઓઝા, પ્રશાંત ઉપાધ્યાય, ચેતના ગોહિલ, કે. કે. મુસાની ઉપસ્થિત રહ્યાં હતાં.