ડોલવણ: ગત સોમવારના રોજ ઉમરવાવદૂર લાયબ્રેરીના વિદ્યાર્થીઓએ ટ્વિટર પર એથ્લેટિક ગ્રાઉન્ડ માટે રજૂઆત રૂપે ડીડીઓને એક ટ્વિટ કર્યું હતું અને ટ્વિટ સંદર્ભેમાં તાપી જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી. કાપડીયા તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી વિશાલ પટેલ ટીમ સાથે યુવાનો સાથે મુલાકાત કરી હતી.
Decision News ને મળેલી માહિતી મુજબ ડોલવણના ઉમરવાવદૂર લાયબ્રેરીના વિદ્યાર્થીઓએ ટ્વિટર પર એથ્લેટિક ગ્રાઉન્ડ માટે રજૂઆત રૂપે ડીડીઓને એક ટ્વિટ કર્યું હતું જેને લઈને DDOએ જિલ્લા વિકાસ અધિકારીએ શ્રી કોટલા મહેતા પબ્લિક લાયબ્રેરી ઉમરવાવદૂરની મુલાકાત લીધી હતી. જ્યાં એકાદ કલાકથી વધારે લાયબ્રેરીના વિદ્યાર્થીઓ જોડે સંવાદ કરી મોટિવેશન, માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. લાયબ્રેરી સંયોજક રોશન ચૌધરીએ ડીડીઓશ્રીનું શબ્દોથી સ્વાગત કરી લાયબ્રેરીની સફરગાથા જણાવી હતી સાથે પોતાના ત્રણ પુસ્તકો ડીડીઓ સાહેબને ભેટ કર્યા હતા. DDOએ લાયબ્રેરી પર પુસ્તકો, કૉમ્યુટર, ખુરશી- ટેબલ, મકાનની ઉપર-નીચે સેડ, પાણીની સુવિધા, પેવરબ્લોક, ટોયલેટ વગેરે તમામ સુવિધા ઝડપથી કરી આપવા તાલુકા વિકાસ અધિકારીને સૂચન કર્યુ હતું. આ ઉપરાંત પાઠકવાડી, ઉમરવાવદૂર, વરજાખણ, ગારપાણી વગેરે આસપાસના ગામના યુવામિત્રોને ઉપયોગી બને એ માટે એથ્લેટિક મેદાન તૈયાર કરી આપવા બાબતે સ્થળ નિરીક્ષણ કરી 200 મીટર રાઉન્ડ ટ્રેક, 100 મીટર સીદો ટ્રેક, મેદાન મધ્યે ક્રિકેટ પીચ તથા બાજુમાં બેસવા માટે સેડ બનાવી આપવા ઉપસ્થિત લાયબ્રેરી યુવામિત્રોને જણાવ્યું હતું.
રસપ્રદ વાત એ કે, તાપી જિલ્લા DDO સ્થળ પર પહોંચ્યા તે સમગ્ર ઘટનામાં શ્રી કોટલા મહેતા ચૌધરી પબ્લિક લાયબ્રેરી ઉમરવાવદૂર ખાતે પરીક્ષાની તૈયારી કરતા જયદિપ પટેલે કરેલ ટ્વિટ અને ડોલવણ કચેરી પર જઈ ડીડીઓ સમક્ષ યુવા સંશોધક રોશન ચૌધરી તથા યુવામિત્રોએ સ્થળ પર પધારવા નાનકડી રજૂઆત કરી એ રહી હતી.