ખેરગામ: ગતરોજ થી ખેરગામ તાલુકાના પાટી ગામમાં જયશ્રી રામ, જય બજરંગબલી યુવક મંડળ દ્વારા સૌ પ્રથમવાર એકદમ પ્રાકૃતિક વાતાવરણમાં ખેતરોની વચ્ચે તૈયાર કરવામાં આવેલ મેદાનમાં 2 દિવસીય આદિવાસી પ્રીમિયર લીગ રમાડવામાં આવી હતી જેની ફાઈનલ મેચ આજે રમાય હતી.
જુઓ વિડીયો
આદિવાસી પ્રીમિયર લીગમાં 26 ટિમોએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન પ્રસંગે ખેરગામના જાણીતા સામાજિક આગેવાન તબિબ ડો.નિરવ ભુલાભાઇ પટેલના હસ્તે કાંતિભાઈ, સુનિલભાઈ સરપંચ તોરણવેરા, શૈલેષભાઇ, પ્રવીણભાઈ, કનુભાઈ, મીંતેશભાઈ, કીર્તિભાઇ, ગાંધીભાઈ, કાર્તિક, જીતેન્દ્ર, ભાવેશ, ભાવિન, પથિક જેવા મહાનુભાવો હાજર રહ્યા હતો. આદિવાસી પ્રીમિયર લીગમાં વાડ અને પાટી ઇલેવન વચ્ચે આજે ફાઇનલ રમાઈ હતી. જેમાં વાડ ઇલેવન વિજેતા બની હતી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અલ્પેશ પટેલને મેન ઓફ ધી સિરીઝ જાહેર કરવામાં આવ્યો હતો. આદિવાસી પ્રીમિયર લીગનું સફળ આયોજન નરેશભાઈ, હસમુખભાઈ, સુમનભાઈ, વિમલભાઈ, હરેશભાઇ, સંજયભાઈ સહિતના પાટી ગામના સ્થાનિક આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું.
આદિવાસી પ્રીમિયર લીગને લઈને Decision News સાથે વાત કરતાં ડો.નિરવ પટેલ જણાવે છે કે પાટી એટલે મારું મોસાળ અને ચાંદામામાં જેવા બધા મામાઓ અને પરિવારજનોથી ભરેલું ગામ અને અહીંયા ઉપસ્થિત માતા-બહેનો પણ ખુબ જ સક્રિય છે.ક્રિકેટના માધ્યમથી આવતી એકતાનો ઉપયોગ યુવાનો સમાજ અને દેશસેવામા કરે એવી આજના સમયની માંગ છે.