ચીખલી: જીવન જરૂરીયાત અને માળખાકીય સુવિધા વંચિત રાખનાર દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલાની કામગીરી ગોકળગાય જેવી હોવાનો આક્ષેપ લગાવવાની ઘટના ચીખલી તાલુકાના ઘોડવણી મોટા ફળિયામાંથી સામે આવી છે.
Decision News સાથે વાત કરતા ચીખલી તાલુકાના ઘોડવણી મોટા ફળિયાના રતિલાલભાઈ આયતાભાઈ પટેલ જણાવે છે કે 2021મા દિવાળી પર બોર કરેલો હતો. અમે 2022 માં દિવાળી પર મોટર નાખી અને પાઇપલાઇન કરી નળ નાખ્યા અને થાભલા નાખ્યા અને તાર ખેંચ્યા હતા. આજે છેલ્લા એક વર્ષ થી ઇલેક્ટ્રિક ડીપી નાખવાનું કામ બાકી છે. શા માટે ? દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલાની કામગીરી ગોકળગાય જેવી થઇ ગઈ છે. અમારું 25 લોકોનું પરિવાર છે 12 ગાય ભેંસ બળદ કુલ 37 પરિવાર ચલાવતા આવ્યા છે. જો ઇલેક્ટ્રિક ડીપી વહેલી તકે ન નાખવામા આવે તો અમારા 37 પરિવારને પાણીની ગંભીર સમસ્યા વેઠવી પડી રહી છે.
વાંરવાર રજુવાતો કર્યા પછી પણ દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલા કોઈપણ હજુ સુધી કોઈ પગલાં લેતી નથી હવે જોવું એ રહ્યું કે હજુ કેટલા દિવસો માટે દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની રૂમલા આ પરિવારને પાણી જેવી માળખાકીય સુવિધાથી વંચિત રાખે છે. અને દક્ષિણ ગુજરાત વીજ લીમીટેડ કંપની આ બાબતે શું પગલાં લેશે એ આવનારા સમયમાં જોવું રસપ્રદ છે.