ડેડીયાપાડા: ગતરોજ સાગબારના ધારાસભ્ય ચૈતર વસાવા એ સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ ખાતે એક પ્રસંગો માં હાજરી આપી નાના બાળકોના નૃત્ય, જોઈ સાગબારા તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગો આરોગ્ય, શિક્ષણ, બાંધકામ, પુરવઠા ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચૈતર વસાવાએ સાગબારા તાલુકા પંચાયત ખાતે પહોંચી તાલુકા વિકાસ અધિકારી સહિત વિવિધ વિભાગો આરોગ્ય, શિક્ષણ, બાંધકામ, પુરવઠા ના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી જેમાં પ્રજાની સુખાકારી માટે સર્જાતી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ લાવવા માટે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપ્યું હતું સાથે જ આરોગ્ય અને શિક્ષણમાં અછત સર્જાતી સમસ્યાના કારણે લોકોને તકલીફ જણાતી હશે તો એવા પ્રશ્નોને ઝડપથી નિરાકરણ લાવવા સૂચન કરવાનું જણાવવામાં આવ્યું હતું સાથે જ સરકારી દવાખાનાઓમાં ખૂટતા સાધનો સ્ટાફની રજૂઆત વિધાનસભામાં આરોગ્ય મંત્રીને પણ કરીશું પરંતુ અહીંના અધિકારીઓએ એની જરૂરિયાતની સૂચના આપવી પડશે સાથે જ ગેરહાજર રહેલા અધિકારીઓને બીજી સંકલનની બેઠકમાં ફરજિયાત હાજર રહેવા માટેની સૂચના તાલુકા વિકાસ અધિકારીશ્રીને જણાવ્યું હતું
વધુમાં વ્યક્તિગત લાભો ફક્ત તાલુકામાં આટા મારતા વ્યક્તિઓને જ ન મળે એની કાળજી સૌ અધિકારીઓએ રાખવી, સામાન્યમાં સામાન્ય વ્યક્તિને સરકારની યોજનાઓનો લાભ મળવો જોઈએ તેવું જણાવ્યું હતું. સબ વાસમો, પુરવઠા, પશુપાલક શાખાના અધિકારીઓ તાલુકા સંકલનની બેઠકમાં ગેરહાજર રહ્યા.

