વઘઈ: ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના દગડપાડા ગામમાં આરોગ્યને લઈને લોકોમાં સભાનતા અને આરોગ્યની મૂળભૂત સમસ્યાના નિવારણ માટે ધરમપુર તાલુકામાં આવેલ હેમ આશ્રમ જાગીરી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો.

જુઓ વિડિઓ..

Decision Newsને મળેલી માહિતી મુજબ વઘઈ દગડપાડા ગામમાં હેમ આશ્રમ જાગીરી દ્વારા સફળ ફ્રી મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યો. હેમ આશ્રમના સંસ્થાપક બાબલ ભાઈ ગાડર અને શીતલબેન ગાડર ઉપરાંત હેમ આશ્રમના કાર્યકર્તાઓ શલમુભાઇ ચૌધરી, જાગૃતિ બેન, ઉપાસના બેન, હેઝલબેન, કૃપાબેન અને ભાવિક ભાઈ હાજર રહ્યા હતા. કેમ્પમાં સેવા આપનાર ડોક્ટરોમાં આશીર્વાદ સેવા કેન્દ્ર ટ્રસ્ટ, ડુંગરડા તરફથી ડો. અઝરીયા એબેનેઝર, ડો. ડોના એબેનેઝર અને ગાર્ડી ચેરીટેબલ ટ્રસ્ટ, સુરતથી ડો. ભાવિકા દેસાઈ હતા.

કેમ્પ સવારે ૧૦ વાગ્યેથી સાંજે ૫ વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં ૧૮૬ દર્દીઓએ મફત સારવારનો લાભ લીધો હતો. આયોજકોમાં દગડપાડા ગામના દિનેશભાઇ પવાર, રંજીતાબેન જેવો ડાંગ જિલ્લાના BJP મહિલા મોરચાના પ્રમુખ છે તેઓએ પણ પોતાનો પૂરો સહયોગ આપ્યો હતો.