મહુવા : વર્તમાન સમયમાં અનેક વિસ્તારોમાં લાખોના પગારદાર અધિકારીઓ લાચ માફિયા બનીને બેઠા છે ત્યારે આવોજ એક કિસ્સો મહુવા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીનો સામે આવ્યો છે.ગુનાનુ સ્થળ : મહુવા એસ.ટી. બસ સ્ટેશનના ટોયલેટ બ્લોકસની બાજુમાં પગથીયા પાસે

જુઓ વિડિઓ..

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ લાંચરૂશ્વત ના ફરીયાદી બેનના પતિને પ્રોહિબીશનના ગુનાના કામે મહુવા પો.સ્ટે. ખાતે અટક કરી, તેઓની ફોર વ્હિલર ગાડી જમા લીધેલ. જે ગાડી છોડાવવાના અવેજ પેટે આ કામના આરોપીએ રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચની માંગણી કરેલ અને રકઝકના અંતે રૂ.૫૦,૦૦૦/- નક્કી થતા, આ કામના ફરિયાદીનાઓ લાંચની રકમ આરોપીને આપવા માંગતા ન હોય, ફરીયાદીશ્રી એ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદના આધારે આજ રોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી અને લાંચની રકમ મહુવા એસ.ટી.બસ સ્ટેશનના ટોયલેટ બ્લોક્સની બાજુમાં પગથિયાં પાસે ૫૦,૦૦૦ રકમ સ્વીકારી સ્થળ ઉપર પકડાય ગયા હતા, આરોપીને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

ટ્રેપીંગ અધિકારી : શ્રીમતિ એ.કે.ચૌહાણ, પોલીસ ઇન્સપેકટર, ફિલ્ડ, એ.સી.બી.સુરત એકમ તથા મદદમાં પો.ઇ. સુ.શ્રી એસ.એચ.ચૌધરી, તાપી એ.સી.બી. પો.સ્ટે. વ્યારા, જિ.તાપી તથા એ.સી.બી. સ્ટાફ અને સુપર વિઝન અધિકારી શ્રી આર.આર.ચૌધરી, મદદનીશ નિયામક, એ.સી.બી. સુરત એકમ, સુરત. દ્વારા લાંચ માફિયા મહુવા પોલીસના બુધાલાલ હેમુભાઈ મધર ને રંગે હાથે પકડી જેલના સળિયા પાછળ ધકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી.