ખેરગામ: જનતા માધ્યમિક શાળાના 62 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર શિક્ષિકા ડો.ઉર્વશીબેન દવે દ્વારા TRANSLATION OF SELECTED SURREALISTIC POEMS BY GHULAM MOHAMMAD SHAIKH AND SITANSHU YASHASCHANDRA MEHTA INTO ENGLISH AND THEIR EVALUATION વિષય પર Ph.D. ની ડિગ્રી મેળવી શાળા પરિવારનું નામ રોશન કરેલ છે.

જુઓ વિડિઓ..

DECISION NEWS ને મળેલી માહિતી મુજબ આ વાતની જાણ શિક્ષણ,આરોગ્ય અને સામાજિક ક્ષેત્રોના કામોમાં અવિરત જોડાયેલા અને જનતા હાઈસ્કૂલ પરિવાર સાથે અતૂટ બંધનથી જોડાયેલા ખેરગામના ગોલ્ડ મેડલિસ્ટ સર્જન અને સમસ્ત આદિવાસી સમાજ,નવસારી જિલ્લા પ્રમુખશ્રી ડો.નિરવ ભુલાભાઇ પટેલને થતાં તેમણે પોતાના ધર્મપત્નિ ડો.દિવ્યાંગી પટેલ અને સમસ્ત આદિવાસી સમાજ ખેરગામ તાલુકા પ્રમુખશ્રી મિન્ટેશ પટેલ,મહામંત્રી કાર્તિક,મયુર, જીગર, શીલાબેન સાહિતનાઓ સાથે શાળામાં પહોંચી શિક્ષિકા ડો. ઉર્વશીબેન દવેને મોટુ સરપ્રાઈઝ આપતાં શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્ટ્રોબેરીનો છોડ આપી બાળકોની જિંદગીમાં પણ સુંદર શિક્ષણરૂપી સ્ટ્રોબેરીની જેમ મધુરા રસનું પાન કરાવતા રહેજો અને જ્ઞાનનો ઉપયોગ અનેક બાળકોના જીવનઘડતરમાં કરજો એવી શુભકામના પાઠવી હતી.