વલસાડ: આદિવાસી સમાજમાં ગ્રામીણ ઉત્થાનમાં અગ્રસર રહેતું લોકમંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા ધરમપુર, ગોપાલ ચેરિટેબલ ટ્રસ્ટ તાપી અને રોટરી કલબ તાપી – સુરતના સંયુક્ત ઉપક્રમે 23 જેટલા કાર્યકર્તાઓ ઉતરાખંડના હરિદ્વાર અને ઋષિકેશની સંસ્કૃતિને અને ત્યાંની સ્થાનિક લોક જીવનશૈલી જાણવા અને માણવા 5 દિવસના પ્રવાસે રવાના થયા છે

Decision Newsને મળેલી જાણકારી મુજબ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખોબા ધરમપુર દ્વારા દર વર્ષે અલગ અલગ રાજ્યના પ્રવાસે કાર્યકર્તાઓને લઈ જતા હોય છે. આ પ્રવાસ દરમ્યાન જેતે રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ, ત્યાંની સંસ્કૃતિ, બોલી, ત્યાંનો મુખ્ય ખોરાક, પ્રદેશમાં થતાં પાક વિશેની જાણકારી મેળવતા હોય છે. ત્યારે આ વખતે ઉતરાખંડના હરિદ્વાર અને ઋષિકેશના પ્રવાસ દરમ્યાન રાજ્યના જોવા લાયક ઐતિહાસીક પ્રવાસન સ્થળોની પણ મુલાકાત કરશે.

મહત્વનું છે કે, ઉત્તરાખંડએ હિંદુઓ માટે ચાર ધામની યાત્રા ખુબ મહત્વની માનવામાં આવે છે. સાથે જ એડવેન્ચર અને ફરવા અર્થે દેશમાંથી ખુબ લોકો ઉત્તરાખંડ જતા હોય છે. ત્યારે આ વર્ષે લોક મંગલમ્ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક સ્થળો સાથે ઉત્તરાખંડમાં કેટલાક સ્થાનક સંસ્થાના કાર્યકરોની પણ મુલાકાત કરશે.